Welcome to Shree Jivkor Vanita Vishram School

Heritage School - More Than 100 Years Old

Latest News
Shri Jivkor Somnath Rupjidas Vanita Vishram Trust
  • Shri Lavleshbhai C Mehta (President)
  • Shri Manoramaben M Munsha (Vice President)
  • Shri Gaurangbhai G Jani (Secretary)
  • Shri Jyotsanaben K Patel (Secretary)
  • Shri Kalpanaben R Patel (Principal - Secondary/Higher secondary school)
  • Shri Krupaliben C Shastri (Principal-Primary school)


શ્રી લવલેશભાઈ મેહતા
પ્રમુખશ્રી

લક્ષ ગમે તેટલો વિકટ અને લાંબો હોય કે સરળ અને ટૂંકો હોય પણ તેનો પ્રારંભ તો એક ડગલાથી જ થાય છે. જે સમયે સ્ત્રીઓ ઘરની ચાર દિવાલોની બહાર નીકળી નહોતી શકતી ત્યારે બાળ વિધવા શ્રી સુલોચનાબહેને તે સમયની સ્ત્રીઓની આર્થિક, નૈતિક, શારીરિક, ધાર્મિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી આ સંસ્થાની સ્થાપના કરેલી, અને ત્યાં જ આપણા સૌની યાત્રાનું પ્રથમ પગલું મુકાયું અને ધીમે ધીમે ચાલીને લીલી પીળી છાંયડી વચ્ચે લાંબો પંથ કપાતો ગયો... આજે ૧૦૦ વર્ષનો સમય પસાર થઈ ગયો.કેટલાય શિક્ષકો - કર્મચારીઓ આવ્યા ને નિવૃત થયા, તો ય બદલાયેલી પરિસ્થિતી વચ્ચે વનિતાવિશ્રામની વિકાસ યાત્રા અવિરતપણે ચાલુ જ રહી... વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય,તેમની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી શકાય, વિદ્યાર્થીઓને કપરી પરિસ્થિતિમાં માનસિક સમતુલા જળવાઈ રહે એ જ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ આપના સાથ સહકારથી જે રીતે અત્યાર સુધી વિધાર્થીઓનો વિકાસ થઈ રહ્યો છે એ જ રીતે આગળ પણ એમનો વિકાસ થતો રહે એ જ સાથ સહકારની અપેક્ષા સહ...

“કલ ખેલ મે હમ હો ના હો ગર્દિશ મે તારે રહેંગે સદા...”

જયભારત... જયહિંદ...