About us

વિધવાઓ ધર્મ અને નીતિના માર્ગમાં રહી તેવી જાતનું શિક્ષણ લે તેવી સારી વિચારધારા સાથે નહી જાહેરાત નહી મેળાવડો, નહી ફંડ,એક ગરીબ બાળ વિધવાને સુલોચનાબેને ઘરમાં રાખી.પછી ધીમે ધીમે સંખ્યા વધવા માંડી. શરૂઆતમાં વિધવા બેનોને જ રાખતા, પણ પછી ખાડિયામાં જેઠાભાઇની પોળને નાકે એક ઓરડો રાખ્યો તેમાં કનૈયાલાલના નામથી નાનું પુસ્તકાલય કાઢ્યુ.વિધવાબેનોના જીવન સુધારવા, તેમનું જીવન,કુટુંબને બોજારૂપ ન થાય તેવા સંસ્કારો આપી યોગ્ય ઉદ્યમે લગાડી આપવા એ ઉદ્દેશ રાખીને સરસ્વતી મંદિરની સ્થાપના કરી.

વિધવાવસ્થા પ્રાપ્ત કર્યા પછી એમનું લક્ષ વડોદરાના શ્રેય સાધકમંડળ તરફ વળ્યું.સુરતના બાજીગૌરીબેન જોડે ઓળખાણ થઇ અને એમને સુરતમાં વનિતા વિશ્રામ સ્થાપી હતી.અમદાવાદમાં પણ વનિતા વિશ્રામ નામ રાખવાનુ તેમને સૂચવ્યુ. ૭-૬-૧૯૦૮ ને દિવસે સરસ્વતી મંદિરનું નામ વનિતા વિશ્રામ રાખવામાં આવ્યું.

વનિતા વિશ્રામની સંખ્યા વધતી ગઈ તેથી થોડા મિત્રો અને સહાયકો પાસેથી આર્થિક મદદ મળવા લાગી. એક વખત વનિતા વિશ્રામનો વાર્ષિક સમારંભ થયો તેમાં ખૂબ જ સ્ત્રીઓ તેમજ પુરૂષોએ હાજરી આપી હતી. ગામની વચ્ચે ખાડિયામાં જ સંસ્થા હતી તેનો લાભ સારો લેવાતો હતો.

વનિતા વિશ્રામનો મુખ્ય ઉદ્દેશ વિધવાને સંસ્થામાં રાખવાનો હતો. તેમનું રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દ્ન મફત હતું. તે ઉપરાંત બીજી નાની તેમજ મોટી બેનોને પણ આ સંસ્થા ખાડિયા વચ્ચે આવેલી હોવાથી આશીર્વાદ રૂપ હતી. તેઓ સેવાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા.લોકોની ટીકા સાંભળીને લોકો પાસેથી ભંડોળ એકઠુ કરી સંસ્થાનું મકાન ઊભું કર્યું.સોમનાથ રૂપજીએ 35000 મકાન માટે આપ્યા. તા.૨૯-૬-૧૯૧૯ ને દિવસે મહાત્મા ગાંધીજીના હસ્તે મકાનનું ખાત મુહુર્ત થયું.

૧૯૦૬ થી ૧૯૨૨ ૧૬ વર્ષ સુધી બોર્ડિંગ જેઠાભાઇની પોળના રુક્ષ્મણીબેનના મકાનમાં વગર ભાડાથી રાખવામાં આવી હતી.નવું મકાન બાંધ્યા પછી તારાબેન ગિરજાશંકર જોશીએ કુમ્ભનો ઘડો લઈ મકાનમાં વિદ્યાર્થી સહિત પવેશ કર્યો. તા.2-4-1922 ને દિવસે મકાન ખુલ્લું મૂકાયુ.જુલાઇ 1920...યુનિવર્સિટી સાથે જોડાણ થયું.

Highlights
  • કોટ વિસ્તારના હાર્દ સમા ખાડિયા વિસ્તારમાં શ્રી મહાત્મા ગાંધીજીના વરદ હસ્તે સૌ પ્રથમ સ્થપાયેલી શાળા
  • લઘુત્તમ ફી સાથે ગુણવત્તાભર્યું શિક્ષણ
  • ટેક્નોલોજીની સાથે સાથે કોમ્પ્યુટર થી શિક્ષણ
  • ઉત્તમ વિજ્ઞાનની પ્રયોગશાળા
  • તમામ ભૌતિક સુવિધાઓ સાથેના ક્લાસરૂમ
  • સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
  • પિકનિકનું આયોજન
  • રાષ્ટ્રપતિ એવાર્ડ વિજેતા શિક્ષકો
  • શ્રેષ્ઠ શાળાનો પુરસ્કાર મેળવેલ સંસ્થા
  • ધો - 10 અને 12 માં 100 માંથી 100 ગુણ મેળવનાર તેમજ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર શાળા
  • પછાત જાતિની બાળાઓને સરકારશ્રીની યોજનાઓનો 100% લાભ
  • પછાત વર્ગની બાળાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારને શાળા મંડળ તરફથી પ્રોત્સાહન રૂપે ઇનામોનો લાભ