Founders

આઝાદીના ઘણા વર્ષો અગાઉ વિધવાઓના જીવન સુધારવા, નિરક્ષર સ્ત્રીઓને જ્ઞાન આપવું,કન્યાઓ ઉત્તમ ગૃહિણી અને નાગરિક બને તેવા શિક્ષણનું આયોજન કરવું અને એવા બીજા સ્ત્રી ઉપયોગી ઘણા કાર્યો યથાશક્તિ કરવા જેવા પાવન ઉદ્દેશથી સને ૧૯૦૬ માં આ સંસ્થાના સ્થાપક “શ્રી સુલોચનાબેન દેસાઈ” દ્વારા એક નાનકડી ઓરડીમાં એક સરસ્વતી મંદિરની સ્થાપના કરાઇ હતી.

આ સરસ્વતી મંદિર કે જે ને પછીથી વનિતા વિશ્રામ નામ આપવામા આવ્યું તેના વિશાળ મકાનનું ખાત મુહૂર્ત આગળ જતા સને ૧૯૧૯ માં આપણા મહાન રાષ્ટ્રપિતા “મહાત્મા ગાંધીજી” ના વરદ હસ્તે કરવામાં આવ્યું.ઐતિહાસિક વારસો અને ભવ્ય ગૌરવ ધરાવતી આ સંસ્થા નાનકડા બીજ માંથી ડાળા – પાંડદા વાળુ સ્ત્રી વર્ગને છાયડો આપતું વૃક્ષ આજે એક શતક કરતા પણ વધુ વર્ષ પૂર્ણ કરી ચુક્યું છે.