Latest News

15 August 2022 સુજ્ઞ વનિતા વિશ્રામ પરિવાર જનો..... નમસ્કાર 🇮🇳🇮🇳🙏🙏,🇮🇳🇮🇳 આજરોજ 15 મી ઓગસ્ટની ઉજવણી ના ભાગરૂપે શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના એકાઉન્ટન્ટ શ્રી શશાંકભાઈ શાહ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. બંને વિભાગના તમામ સારસ્વત ભાઈ બહેનોના સહકારથી કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો હતો. વધુમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે સર્વ ધર્મ સમભાવ ના બે નાટકની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તથા ફાયર સેફટી સિસ્ટમની તાલીમ બંને વિભાગના તમામ કર્મચારી ભાઈ બહેનોને આપવામાં આવી હતી તમામ પરિવારજનોને 15 મી ઓગસ્ટની ખુબ ખુબ શુભેચ્છાઓ..... કાર્યક્રમની તસવીરો... પ્રમુખશ્રી લવલેશભાઈ મહેતા તથા વનિતા વિશ્રામ પરિવારજનો
08 August 2022 આઝાદી ની ૭૫ મી વર્ષગાંઠ ની ઉજવણી ના ભાગરૂપે" હર ઘર તિરંગા", કાયર્ક્રમ અંતર્ગત તા ૮/૮/૨૦૨૨ ને સોમવારે દેશભક્ત ના જીવન ચરિત્ર પર નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ થી ભાગ લીધો
04 August 2022 સુજ્ઞ પરિવારજનો....... આજરોજ તા. 4/8/2022 ને ગુરુવાર ના રોજ શ્રી જીવકોર વનિતા વિશ્રામ સુ.ઉ.કન્યા વિદ્યાલય ખાતે અમદાવાદ ના Assistant Commissioner of Police શ્રી સાગર સાહેબ ,ખાડિયા વિસ્તારના Police Inspector શ્રી વી.આર. ચૌધરી સાહેબ ઉપસ્થિત રહી શાળાના બાળકોને E-FIR ( Online Complain ) કેવી રીતે કરવી તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ખાડિયા વિસ્તારના 40 શાંતિ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય કલ્પનાબેન પટેલ ,સુપરવાઈજર આર.પી. પટેલ અને સારસ્વત ભાઈ બહેનોના સહકાર દ્વારા સુપેરે પાર પાડવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી લવલેશભાઈ મહેતા સાહેબે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તેની ઝાંખી કરાવતી તસ્વીરો...
02 August 2022 તારીખ 2 /8 /2022 ને મંગળવારના રોજ શ્રાવણ માસમાં ગુપ્તેશ્વર મહાદેવ પરિસરમાં શ્રી જીવકોર વનિતા વિશ્રામ સ્કૂલ માં બાળ મંદિરથી શ્રેણી 12 સુધીના બાળકો માટે દાતા શ્રી ગીરીશભાઈ પટેલ તરફથી શૈક્ષણિક સાધનોનો વિતરણ સમારંભ યોજવામાં આવેલ હતો. જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી લવલેશભાઈ મહેતા, મંત્રી શ્રી ગૌરાંગભાઈ જાની, મંત્રી શ્રી જ્યોત્સનાબેન પટેલ ,દાતા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી જ્યોતિષભાઈ ઠાકોર, ટ્રસ્ટી શ્રી નરેશ ચંદ્ર રાજા ,શાળાના આચાર્ય બહેનો, સાહેબ શ્રી આર પી પટેલ તેમજ વનિતા વિશ્રામ પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના હાર્દ સમા શ્રી જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય "શ્રી 1008 દિલીપદાસજી " એ ઉપસ્થિત રહી શાળા પરિવારને આશીર્વાદ આપ્યા. જેના સંભારણા......
05 July 2022 સ્નેહીજનો નમસ્કાર,
આપણી સંસ્થાના કારોબારી સભાના ઉપપ્રમુખ શ્રી મનોરમાબેન મુન્શા તરફથી આપણી શાળાના બંને કમ્પ્યુટર રૂમ નું રિનોવેશન કરવા માટે રૂપિયા 2,00,000 (બે લાખ પૂરા) નું અનુદાન મળેલ છે. તેમના અનુદાન તેમજ સાથ સહકારથી બંને કમ્પ્યુટર રૂમ સંપૂર્ણ તૈયાર થઈ ગયેલ છે. તા. 04/07/2022 ને સોમવારે તેમના વરદ હસ્તે કમ્પ્યૂટર રૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું. પ્રમુખશ્રી લવલેશભાઈ મહેતા તથા ટ્રસ્ટીમંડળ તરફથી બેનશ્રી નું સન્માન પણ કરવામાં આવ્યું. તમામ ટ્રસ્ટીશ્રી , વનિતા વિશ્રામ પરિવારના સભ્યો, તેમજ વિદ્યાર્થીઓ ખૂબ હર્ષની લાગણી અનુભવે છે. અને તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ આપણને આમજ સાથ સહકાર આપતા રહે એ જ અભ્યર્થના.
પ્રમુખ શ્રી લવલેશભાઈ મહેતા
ઉપપ્રમુખ શ્રી મનોરમાબેન મુન્શા
મંત્રી શ્રી ગૌરાંગભાઈ જાની
મંત્રી શ્રી જ્યોત્સનાબેન પટેલ
ઉદઘાટન ની કેટલીક પળો...
13 June 2022 આપ સૌને આનંદ ના સમાચાર જણાવતા ખૂબ જ આનંદ ની લાગણી થાય છે કે શ્રી જીતેન્દ્ર ભાઈ તથા શ્રીમતી રંજનબેન ગોહિલ તેમજ તેમના સુપુત્રો શ્રી દક્ષેશભાઈ ગોહિલ અને શ્રી ધવલભાઈ ગોહિલ દ્વારા અપાયેલ આશરે 2,00,000(બે લાખ) ના અનુદાન થી બાલમંદિર ના તમામ વર્ગોનું સંપૂર્ણ રીનોવેશન વેકેશન દરમ્યાન કરાવવામાં આવ્યું હતું.આજ રોજ તા.13 જૂન,2022 ના રોજ જ્યારે શાળાના નવા સત્રથી શરૂઆત થઈ રહી છે ત્યારે તેમના શુભ હસ્તે બાલમંદિર ના વર્ગોનું ઉદઘાટન કરવામાં આવ્યું જેની કેટલીક યાદગાર પળો...
24 March 2022 વિદાય સમારંભ 12th કોમર્સે...
10 March 2022 આત્મીય વનિતા વિશ્રામ પરિવારજનો.... આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું.જેમાં સો થી પણ વધારે નારીશક્તિ ની ઉપસ્થિતિ હતી... જેમાં મુખ્ય મહેમાન માં જીગીશાબેન તથા રેખાબેન એન.જી.ઓ રાયખડ તરફથી ઉપસ્થિત હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત માંથી અક્ષીતા બેન અને રશ્મિકાબેન ઉપસ્થિત હતા. અમદાવાદની વિવિધ માધ્યમિક શાળાના આચાર્ય બેન શ્રી મીનાક્ષી અગ્નિહોત્રી , કાશ્મીરાબેન અને પારૂલ બેન મોદી હતા. ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના ફરિયાદી મેમ્બર શ્રી મીતાબેન જાની હતા. તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી ઘનશ્યામભાઇ પટેલ હાજર રહ્યા હતા. તમામ મહિલા શક્તિ દ્વારા નારીશક્તિને ઉજાગર કરે તેવુ વક્તવ્ય આપવામાં આવ્યું. અને શશાંક ભાઈ , આર . પી. પટેલ, કલ્પનાબેન, કૃપાલીબેન તથા વનિતા વિશ્રામ પરિવારના તમામ શિક્ષક ગણ દ્વારા કાર્યક્રમ દીપી ઉઠ્યો. પ્રમુખશ્રી લવલેશભાઈ મહેતા સાહેબ તરફથી ઉપસ્થિત સર્વે ને રણછોડરાય મંદિરનો પ્રસાદ આપવામાં આવ્યો. આ કાર્યક્રમની ઝલક... પ્રમુખ શ્રી લવલેશભાઈ મહેતા સાહેબ તથા વનિતા વિશ્રામ પરિવારજનો
02 March 2022 સમગ્ર વનિતા વિશ્રામ પરિવાર... ધી નેશનલ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અપેક્ષિતો નું વિતરણ કરવામાં આવ્યું.. ધોરણ10ના 180 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 116 વિદ્યાર્થીઓને મુખ્ય ચાર વિષય ની અપેક્ષિતો એક મહિના પહેલા પૂરી પાડવામાં આવી હતી. અને બાકીના બે વિષયોની અપેક્ષિતો આજરોજ ઘી નેશનલ ઇન્ડિયન એસોસિએશન ના પ્રતિનિધિ શ્રીજીગીશાબેન ના વરદહસ્તે આપવામાં આવી તે બદલ વનિતા વિશ્રામ પરિવાર ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવે છે વનિતા વિશ્રામ પરિવાર વતી ઘી નેશનલ ઇન્ડિયન અસોસિએશન નો ખુબ ખુબ આભાર... પ્રમુખશ્રી લવલેશ ભાઈ મહેતા તથા વનિતા વિશ્રામ પરિવાર🙏🙏
01 March 2022 સુજ્ઞ શ્રી વનિતા વિશ્રામ પરિવારજનો... નમસ્કાર... આજરોજ વનિતા વિશ્રામ સ્કૂલ માં સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું.. જેમાં સૌએ સાથે મળી કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો..વધુમાં શાળા નું રીનોવેશન કામકાજ ચાલુ છે. જેમાં શિક્ષકોના સ્ટાફ રૂમ નું ઉદ્ઘાટન વનિતા વિશ્રામ ટ્રસ્ટના દાતા ટ્રસ્ટીશ્રી રમેશભાઈ પટેલ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.. ટ્રસ્ટી શ્રીઓ ની ઓફીસ નું ઉદ્ઘાટન વનિતા વિશ્રામ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જ્યોતિષ ભાઈ ઠાકર સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું... તથા વનિતા વિશ્રામ સ્કૂલ ની વેબસાઈટ નું ઉદ્ઘાટન ટ્રસ્ટ મંડળના મંત્રી શ્રી ગૌરાંગભાઈ જાની સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું..સમગ્ર વનિતા વિશ્રામ પરિવારનો ખુબ ખુબ આભાર... પ્રમુખશ્રી લવલેશ ભાઈ મહેતા તથા વનિતા વિશ્રામ પરિવાર🙏🙏
06 February 2022 તમામ સ્નેહી શ્રી ઓ તથા સારસ્વત ભાઈ-બહેનો, સવિનય સહ જણાવવાનું કે વિજ્ઞાન મેળા ના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક માં આપણી શાળાની કૃતિ અમદાવાદ જિલ્લામાં પસંદગી પામી હતી.તે માટે આપણી શાળાના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી શ્રી ભૂષણભાઈ ભટ્ટ સાહેબ શાળામાં પધારી વિદ્યાર્થીને શાલ ઓઢાડી તથા શૈક્ષણિક કીટ આપી તેનું સન્માન કર્યું હતું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર... ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરતા રહીએ તેવી અભ્યર્થના...
05 February 2022 સમગ્ર વનિતા વિશ્રામ પરિવાર... ધી નેશનલ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અપેક્ષિતો નું વિતરણ કરવામાં આવ્યું.. ધોરણ10ના 180 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 116 વિદ્યાર્થીઓને મુખ્ય ચાર વિષય ની અપેક્ષિતો પૂરી પાડવામાં આવી.. તે બદલ વનિતા વિશ્રામ પરિવાર ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવે છે વનિતા વિશ્રામ પરિવાર વતી ઘી નેશનલ ઇન્ડિયન અસોસિએશન નો ખુબ ખુબ આભાર...
03 January 2022 સહર્ષ જણાવવાનું કે સરકારની નીતિ અન્વયે ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કોર્પોરેટર શ્રી મયુરભાઈ દવે અને કોર્પોરેટર શ્રી પંકજભાઈ ની ઉપસ્થિતિમાં વનિતા વિશ્રામ હાઈસ્કૂલમાં રસીકરણ કાર્યક્રમ ની ઝલક
22 December 2021 તા. 22-12-2021 ના રોજ આપણી શાળાના મકાનમાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તથા શાળા પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. બધાએ આનદભેર અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેની કેટલીક યાદગાર તસ્વીરો. - વનિતા વિશ્રામ પરિવાર વતી, પ્રમુખશ્રી લવલેશભાઈ મહેતા
20 December 2021 ધી નેશનલ ઇન્ડિયન એસોસિએશન, રાયખડ ,અમદાવાદ ( ladies club) તરફથી આપણી શાળાના શ્રેણી 6 થી 8 ના બાળકોને યુનિફોર્મ આપવામાં આવેલ છે. આપણી સંસ્થા તેમની ખુબ ખુબ આભારી છે.